આ કાર્યક્રમમાં ડૉ. ધર્મેશ કુમાર પટેલ સાહેબે, ન્યુરોલોજિસ્ટ (શુભમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નારણપૂરા, અમદાવાદ) પણ હાજરી આપેલી.સેક્ટર -૩ નાં નિમિત્ત સંચાલિકા બીકે સુનિતા દીદીએ શાંતિદૂત બની વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવવાની અને આપસી સંબંધોમાં સ્નેહ - પ્યાર રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી . મહેમાનોને ઈશ્વરીય સૌગાત અને પ્રસાદ અર્પણ કરવામાં આવેલ. લગભગ ૧૫૦ જેટલા ભાઈ - બહેનોએ ફુગ્ગા ઉડાડી પોતાની ખુશી વ્યક્ત કરેલી.