પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય, સેક્ટર-૩, ગાંધીનગર દ્વારા મહાશિવરાત્રીના પર્વની ઉજવણી પ્રસંગે આજ તારીખ 01માર્ચના રોજ રામેશ્વર મંદિર, સેકટર -૩ ના પરિસર માં હીરાજડિત ભવ્ય સોમનાથ તથા કલિયુગ, સંગમયુગ અને સત્યુગની વિશેષ ઝાંખી અને મહા પરિવર્તન વિડિયો શોનું આયોજન કરવામાં આવેલ.
આ ઝાંખીના ઉદ્ઘાટન પ્રસંગે અતિથી વિશેષ શ્રી હિતેષભાઇ મકવાણા સાહેબ મેયર શ્રી ગાંધીનગર મહાનગર પાલિકા, વેર્ડ નં.9 ના કોપ્રોરેટર્સ -રાજુભાઇ પટેલ, શૈલાબેન ત્રીવેદી, , સંકેતભાઇ પંચાસરા, અલ્પાબેન પટેલ ના પતિ કૌશિકભાઇ પટેલ,ડૉ.વિપુલભાઇ સોનેરી, સુપ્રીટેન્ડેન્ટ ઓફ કોમ્ન્યુનીટી હેલ્થ સેન્ટર આડાલજ, ડ઼ૉ.વિપુલભાઇ ઠક્કર, પુર્વ કોર્પોરેટર શ્રી શંકરભાઇ ચૌધરી , અરૂણભાઇ ચૌધરી કંઝરવેટર ઓફ ફોરેસ્ટ, એડી.પટેલ સાહેબ નિવૃત્ત સચિવ તથા રામેશ્વર મંદર ટ્રષ્ટ ના પ્રમુખ, બીકે સુનીતાબેન ( સંચાલિકા, બ્રહ્માકુમારીઝ સેક્ટર-૩ સેવાકેન્દ્ર) હાજર રહ્યા હતા.
બ્રહ્માકુમારી સુનિતાદીદીએ તેમના સ્વાગત પ્રવચનમાં શિવરાત્રીના પર્વનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે બસ એક પરમપિતા પરમાત્મા શિવ જ આપણા સાચા સાથી છે અને દુઃખોના આ સમયે આપણને સુખી બનાવવા માટે અને નર્ક બની ગયેલી આ સૃષ્ટી નું પરિવર્તન કરી સ્વર્ગીય દૈવી સૃષ્ટી બનાવવા માટે જ દરેક મનુષ્ય આત્માઓ ના પિતા શિવ પરમાત્મા બ્રહ્મા ના માનવીય તન નો આધાર લઈને અવતરિત થયા છે. ગીતાના અધ્યાય ૯, શ્લોક ૧૧ માં કહ્યું છે તેમ મૂઢમતી મનુષ્યો સાધારણ તન માં અવતરિત થયેલ મુખ પરમાત્મા ને ઓળખી શકતા નથી. શિવપિતા ફરીથી આ ધરા પર અવતરિત થઈ પોતાનું દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે જેને 86 વર્ષ થઈ ચૂક્યા છે અને બ્રહ્મા ના માનવીય તન માં આવીને બ્રહ્માકુમાર- બ્રહ્માકુમારી દ્વારા કરી રહ્યા છે જે એક ગુપ્ત અને મહાન કાર્ય છે.