Type Here to Get Search Results !

બ્રહ્માકુમારીઝ સેક્ટર - ૩/ડી, ગાંધીનગર . દ્વારા આયોજીત મહાશિવરાત્રી પર્વ ૨૦૨૨

PAYTM MONEUY

https://paytmmoney.onelink.me/9L59/bj1v9a15

 

                    




    
                    આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઔર અંતર્ગત

પરમાત્મા શિવ આ ધરા પર અવતરીત થયા તેની યાદગારનો તહેવાર એટલે મહાશિવરાત્રી

 

            ગીતામાં કહ્યા પ્રમાણે યદા યદા હી ધર્મશ્ય ગ્લાનીનો આ એજ સમય છે જ્યારે ચારેય બાજુ સ્વાર્થ અને નફરતની આંધી છવાઇ ગઇ છે. આજે આ દુનિયા દુ:ખ આપવાવાળી થઇ ગઇ છે. ભૌતિકતાની ચકાચોંધ માં મનુષ્ય અંધ થઇ ગયો છે. આ ઘટનાઓ જ પરમાત્માના અવતરણ અને તેમના દ્વારા નવી દુનિયા બનાવવાનો પ્રબળ સંકેત છે. આ જુની દુનિયાને ફરીથી સ્વર્ણિમ દુનિયા બનાવવાનો પ્રબળ સંકેત છે. આ જુની દુનિયાને ફરીથી સ્વર્ણીમ દુનિયા બનાવવા માટે પરમાત્મા શિવનું આ સૃષ્ટિ પર ૮૬ વર્ષ પૂર્વે પવિત્ર ભારતભૂમિના મહાન તીર્થ આબુ પર પ્રજાપિતા બ્રહ્માના માનવીયે તનમાં અવતરણ થઇ ચુક્યું છે. જેની યાદગારમાં આપણે શિવરાત્રી મનાવીએ છીએ.

 

            શિવ ભગવાન ઉવાચ – હે આત્માઓ હવે તો ઓળખો જેને મંદિરો, મસ્જીદો અને ગુરુદ્વારમાં સોધ્યા તીર્થયાત્રાઓ કરી તો પણ મારાથી દુરજ રહ્યા, હું તે જ નિરાકાર પરમપિતા તમને સર્વને ફરીથી દુ:ખોમાંથી મુક્ત કરવા, સત્યુગી ભારત બનાવવા અને આપ આત્માઓને શાંતિ અને સુખનો વારસો આપવા માટે ફરી અવતરણ કરી ચુક્યો છું. તો શિવરાત્રીનું સાચુ રહસ્ય સમજવા અવશ્ય પધારશો.

 

            તો આ સૃષ્ટિ પર અવતરિત પરમાત્મા શિવ સાથે મિલન મનાવવા અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવાના ઉદ્દેશ્ય સાથે બ્રહ્માકુમારીઝ, સેક્ટર -૩ડી, ગાંધીનગર સેવા કેન્દ્ર દ્વારા હીરાજડિત ભવ્ય સોમનાથની ઝાંખી, સંગમ યુગની ઝાંખી અને મહા પરિવર્તન વિડિયો શોનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૦૧/૦૩/૨૦૨૨ ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રામેશ્વર મંદિર,સેક્ટર ૩/ડી, ગાંધીનગર ના પરિસરમાં કરવામાં આવ્યું છે.

 

            આ ઝાંખીના ઉદ્ગાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સોની સુભાષભાઇ રતીલાલ, ઇન્ફર્મેશન કમિશ્નર, ગાંધીનગર, અતિથી વિશેષ ડો.સુરેન્દ્ર દ્વીવેદી (એમ.ડી), ડો.વિપુરભાઇ ઠક્કર, ડો.હર્ષદભાઇ ચૌધરી, (આઇ.સર્જન), શ્રી શંકરભાઇ ચૌધરી પૂર્વકોર્પોરેટર, વોર્ડ નં.૯ ના કોર્પોરેટર રાજુભાઇ પટેલ, શૈલાબેન ત્રીવેદી, અલ્પાબેન પટેલ, ડો.સંકેત પંચાસરા, હાજર રહેશે. આ ઉપરાંત આરૂણભાઇ ચૌધરી (નિવૃત્ત આઇ.એફ.એસ.), વિક્રમભાઇ એ.ડી.પટેલ તથા ટ્રસ્ટીગણ (ટ્રસ્ટીશ્રી રામેશ્વર મંદિર) તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

 

            પરમપિતા શિવ પરમાત્માએ બ્રહ્મના માનવીય તનનો આધાર લઇને બતાવેલા જીવનના સાચા રહસ્યને સમજીએ, શ્રેષ્ઠ કર્મની ગતિને સમજીએ, સ્વયંને અને સ્વયંના પિતાને ઓળખીએ તો આપણો વાસ્તવિક ધર્મ-સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય એ જાણવા અવશ્ય પધારશો.

 

            આ કાર્યક્રમ પછી રાખેલ રાજયોગ શિબિરનો અવશ્ય લાભ લેશો, જેમાં કોઇ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેક વ્યક્તિ પોતાના જીવનને શાંતિમય, આનંદમય અને ધન્ય બનાવી શકે છે. પ્રવેશ વિના મૂલ્યે છે તો તેનો લાભ લેવા સર્વને ઇશ્વરીય નિમંત્રણ છે.

 

શિબિરની તારીખ – ૨,,, માર્ચ- ૨૦૨૨

સમય             -   સવારે ૮.૦૦ થી ૯.૦૦

-      બપોરે ૪.૦૦ થી ૫૦૦

-      રાત્રે  ૮.૦૦ થી ૯.૦૦

 

ઉપરોક્ત સમયમાંથી કોઇ પણ એક સમયે પધારી શિબિરનો લાભ લઇ શકો છો.

શિબિરનું સ્થળ – રામેશ્વર મંદિર, સભાખંડ, સેક્ટર- ૩/ડી, ગાંધીનગર

 

ઇશ્વરીય સેવામાં

આપની દેવી બહેન

(બી.કે.સુનિતા)

બ્રહ્માકુમારીઝ , સેક્ટર -૩ડી,

ગાંધીનગર.

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.